આમ પણ લોકો ક્યાં મારા હતા?
બસ કામ પડ્યે વટાવનારા હતા.
મારૂ સુખ કદી ન પરવડ્યું એમને,
દુઃખી કરી સતત સાતવનારા હતા.
હું અમથો જ નથી થયો સમજદાર,
એ લોકો જ પાઠ ભણાવનારા હતા.
સફરમાં સતત અમારી સાથે રહીને,
સડક પર કાંટા બીછાવનારા હતા.
ખૂબ પીડાદાયક હતો સાથ એમનો
અને પડછાયા પણ ડરાવનારા હતા.
"અભિદેવ" પીધા ઝેર જેમને કાજે,
એજ અમને ઝેર પીવડાવનાર હતા.
દવેન્દ્ર ભીમડા.
"અભિદેવ"