સમયનું જોર ચાલે છે અહીં,
જાતને તું સંભાળતાં શીખજે,
સમય રોજ વહેતો રહેશે,
સાથે તું પણ આગળ વધજે,
ઉભો ના રહે એ કદી અહીં,
સાથે તું પણ ચાલતો રહેજે,
છોડીને વધે રોજ આગળ તે,
થોભ્યા વગર તું આગળ ચાલજે,
સમયનું જોર ચાલે છે અહીં,
જાતને તું સંભાળતાં શીખજે..
મનોજ નાવડીયા