જીવવાનું છે.
દુઃખ અહીંયા છુપાવવાનું છે.
આખરે પાત્ર જીવવાનુ છે.
છો કલાકાર તો ખરા ઉતરો,
મંચ આપ્યો હવે જવાનું છે.
મેઘની આશ ખાસ ચાતકને
જો મળે બુંદ , ઝીલવાનું છે.
લાગ શોધી બહાર લાવી દે,
ચૂકવી ધ્યાન ચાલવાનું છે.
કાળ સામેય બાથ ભીડીને,
કામ ત્યાં પાર પાડવાનું છે
ત્યાં નગારાં વગાડી ઊઠાડો,
હાથ તલવાર દોડવાનું છે.
સાંભળી રાવ ન્યાય કરવાને,
શાંતિથી આજ બેસવાનું છે. ©
ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
કાજલ
કિરણ પિયુષ શાહ