જાણું છું,
ભૂલ્યો છે ભગવાન, તને મારી હસ્તરેખામાં લખવાનું,
જો! એથી તો મેં નામ તારું છૂંદણાંમાં ત્રોફાવ્યું.
ચાહું છું,
પિયુ તારા પ્રેમથી સભર મારી પ્રતિપળ વીતે,
તારા સ્નેહભર્યા શબ્દોથી મેં આંગણ સજાવ્યું.
માનું છું,
હદમાં રહીને બેહદ ચાહવા લાગી છું તને,
પિયામિલનનાં સ્વપ્નનું મેં આંજણ લગાવ્યું.
આભારી છું,
પાનખર જિંદગી,તારી સ્નેહ સુવાસે મ્હેકી,
એથી તો મેં દુઃખોને લઈ ઓવારણાં વધાવ્યું.
નિશ્ચિંત છું,
તારી આંખોમાં ચાહતનો દરિયો છે મેં ભાળ્યો,
બસ એથી જ, પકડી તારા હેતનાં તરણા ઝંપલાવ્યું.
✍️ સરગમ
-Priyanka Chauhan