પીડાનું શું કરું હવે?
ભીતરની પીડા પડઘાય અહીં, એ પીડાનું શું કરું હવે?
દરપણમાં ચહેરો તરડાય અહીં, એ પીડાનું શું કરું હવે?
ઝાંખપ વધતાં છુપાવેલા સંતાપ બધા ચાડી ખાતા,
ચિંતા આંખોમાં ડોકાય અહીં, એ પીડાનું શું કરું હવે?
લેપ લગાવે વાણી મીઠી તોય દરદ તો વધતું લાગે,
જખ્મી મન ચહેરે દેખાય અહીં, એ પીડાનું શું કરું હવે?
ઉઘાડી બારી, ફૂલોની ફોરમ ઘૂસી આવે ઘરમાં,
મુઠ્ઠીમાં થોડી સચવાય અહીં, એ પીડાનું શું કરું હવે?
કાજલ ફેલાવ્યો હાથ હવે ઈશ્વર પાસે માંગવા તને,
ખાલી છે ઝોળી પરખાય અહી, એ પીડાનું શુ કરું હવે? ©
કાજલ
કિરણ પિયુષ શાહ