(સ્પર્શ) શબ્દ પરથી રચાયેલી અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ મારી કવિતા .,,😊
' પતંગિયું ને વેલી '
ઉરમાં ઉઠતાં ઉમંગે સખી ,
જાવું મારે પ્રિયતમ સંગે;
જ્યમ પતંગિયું ને વેલી .
કોડભર્યા સ્વપ્નો લઈ
લળતી મહેકતી સાહેલી,
મુખમંડલે પુષ્પ કરે હેલી;
પ્રિય સખી સમ દ્વારે ઊભી
અનંતે વિસ્તરેલ વેલી.
ભમતાં ભાળ્યો પતંગિયાને
ચુંબન આવીને ઉરે કરી મલકંતી,
સ્પર્શે જયાં અધર એના પર્ણે
મ્હેકંતી રૂડી અનંત ઘેલી.
સ્પર્શ થયાની ઘડી અંતે
એક થયાં પતંગિયું ને વેલી,
ભૂલી રહ્યા ભાન એકમેકના સ્પર્શથી ;
ખીલી ઉઠ્યા અવની પર ગુલિસ્તાન ,
જ્યાં વસ્યા પ્રેમ ,આદર અને સાથ ,સાહેલી .
જન્મ મરણના બંધનથી પરે
ઉરમાં ઉઠતાં ઉમંગે ,સખી ;
જાવું મારે પ્રિયતમ સંગે ,
જ્યમ પતંગિયું ને વેલી ,
પતંગિયું ને વેલી .
_ ' માહી ' ( Heena Rampariya)