રંગ છાંટી મને એના રંગમાં રંગી ગયો
પહેલો ગોકુળનો કાન મને રંગે રમાડી ગયો
મારા કોરા દલડાંને એના મોરપીંછથી ચીતરી ગયો
પહેલો ગોકુળનો કાન મને રંગે રમાડી ગયો
મારા મનડામાં એના પગરવની રજ એ પાડી ગયો
પહેલો ગોકુળનો કાન મને રંગે રમાડી ગયો
મારા અંગે અંગમાં એનો રંગ લગાડી ગયો
પહેલો ગોકુળનો કાન મને રંગે રમાડી ગયો
મારી અંતર આત્મા સાથે હોળી રમી ગયો
પહેલો ગોકુળનો કાન મને રંગે રમાડી ગયો
એના રંગમાં એવો તે રંગી ગયો
જગતના રંગ એ ઝાંખો કરતો ગયો
ક્રોધ,મોહ ,માયા એકદિવસ માટે પણ મારામાંથી હરી ગયો
પહેલો ગોકુળનો કાન મને રંગે રમાડી ગયો
-Dave Yogita