# લાગણીઓ ની સફરે
ગણતરી શું કરુ વર્ષો ની કે,
કેટલા થયા??
અહીંયા તો સરવાળા પ્રેમ ના કે,
કેટલા થયા....
સુવાસ તમારા પ્રેમ ની હજી,
એવીજ તાજી લાગે છે..
ત્યાં ફુલો ક્યાં ગણુ કે,
કેટલા આપ્યા??
કોલ ભલેને નથી લીધા ને દીધા
એકમેક ના પણ...
હદય ધબકે છે બેય ના હજીયે,
એવા ને એવા જ ત્યાં,
ધબકારા કયાં ગણુ કે
કેટલા થયા????
............. સેજલ રાવલ