માનીએ.
દરરોજ વાતચીતને વ્યવહાર માનીએ.
આખર બધીજ હોય ખબર પ્યાર માનીએ.
પાણી ઉપર ચલાય નહીં વાત એજ છે.
આસાન લાગતું નથી દુષ્વાર માનીએ.
વાતો કદીક કામ કરી જાય ત્યારે તો,
સ્વીકાર મનથી થાય ને આભાર માનીએ.
નામો ઘણા સમીર પવન કે હવા કહો,
છે કામ શ્વાસ સંગ કે ઉપકાર માનીએ.
ફાટેલ સાડલો અંગ ઢાંકે શરમ શેની?
એ થીંગડું નવીન છે શણગાર માનીએ.
હાથો બનાવવા કદી ઉપપોગ પણ કર્યો,
તોયે કદીય થાય એ તલવાર માનીએ.
શ્વાસો રમત રમે અહીંયા કોઈ વાર તો,
છૂટ્યો કદાચ સાથ ત્યાં અધિકાર માનીએ?©
ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
કાજલ
કિરણ પિયુષ શાહ