કરશું
ન ગ્રહો મળે આપણા તોય મળશું
હથેળીની રેખાને ભૂલી નામ લખશું.
નસીબે મહેનત લખી છે તો કરશું
અભાવો ઘણાયે નડે ત્યાં શું ડરવું?
વિતેલો સમય આજ પાછો મળે તો,
એ ગમતી પળો જીવીને ખૂબ હસવું. .
કદી આંસુ છલકાય આંખોથી ત્યારે
મનોમન જ ખુદને જરા પ્રેમ ધરશું
છે હદથી વધારે સમય રાહ જોજો,
વળી શ્વાસ સોંપી અહીં આહ ભરશું.
મળેલી તકો વેડફી નાખી છે તોય,
ને ભીતર અદાલત ભરી રોજ લડશું.
અજ્ઞાની કરે વાત સાચી પડે તોય,
અસર થાય સમજાય તો પણ ન પડવું. ©
કાજલ
કિરણ પિયુષ શાહ