તું તારી જાતને મારા સુધી લઇને આવ.
કારણ વગર કો’ક દિ તો મળવા આવ.
છોડીને જૂના જખ્મોને કોતરવાની આદત,
દોસ્ત જરા એના પર મરહમ તો લગાવ.
બારણાંના નામે ખાલી બારસાખ ઘરમાં,
ઝાઝું ના વિચાર હવે સીધો અંદર આવ.
ગભરાયા વિના બેસ પાર ઉતારી દઈશ,
ભલે નાની પણ ભરોસાપાત્ર છે મારી નાવ.
ને એકલતાનુ્ં અંધારું ઘેરી વળે એ પહેલા,
ઓરડામાં નાનકડો એક દિવો તો પ્રગટાવ!
ગરીબી પણ “અભિદેવ”ની ખમીરવંતી છે,
કંઇપણ નૈ માંગુ તું ખાલી હાથ તો મિલાવ.
“અભિદેવ”