હતા તમે સામે જ મને નિહાળતાં,
ને હું વ્યર્થ શોધમાં ભટકતી રહી.
ઓછીનાં લીધા મેં ઉજાગરા,ને પછી,
રાતભર ઊંઘ પર તલવાર લટકતી રહી.
સપનાંઓ જોયા,જીવ્યા નહિ સચ્ચાઈ,
જીવન કલમ એમાં જ,વ્યક્તિ રહી.
ધાર્યું હતુ, ચાહિશું આજીવન એકમેકને,
તો શાને બંનેને , અહમની ફાંસ ખટકતી રહી.
સાવ સમીપ આવી,ખંજર પ્રેમથી ભોંકી ગયું,
બસ ત્યારથી જ,કલમથી વેદના ટપકતી રહી.
✍️ સરગમ
-Priyanka Chauhan