*જવાબ તો આપ*
કયારની ફોન કરું છું..
પણ
નો રીપ્લાય જ..
અરે..
બીઝી આવે તો કાન્હા સાથે લડવાનું બહાનું તો મળે...
પણ..
ખબર નહીં..
આટલી બધી રીંગો કાન્હાને સંભળાય નહીં હોય...?
ગોકુળમા હતો તો રોજ મળતો
એની વાંસળીના સૂર
જમનાનો કાંઠો
કંદબની ફુલોથી લચી પડતી ડાળ
કદંબ ને પારિજાત મનગમતાં
કાશ...
કાન્હો મથુરા ગયો જ ન હોત
તો
રોજ ગોપવૃંદ સાથે
ગાયો ચરાવતો મળી જાત..
અરે...
કાલ તો ઈમેલ પણ કરેલો..
એ પણ ખોલ્યો નહીં હોય?
વોટ્સ અપની ડીપીમાં તો રુકમણી જ દેખાય..
સ્ટેટસ એનાં કદી ન સમજાય...
રાધે રાધેનો પોકાર આજ પણ
કર્ણ પર અથડાય...
પણ... પણ..
ઓનલાઈન જોઈને વિડિયો કોલ કરું
ને નેટવર્ક દગો દઈ જાય..
ચેટિંગમાં એને કોઈનો પહોંચે...
મોબાઈલ આવે નેટવર્ક બહાર
ને
લેન્ડલાઈન.. ઉપડે જ નહીંં
કાન્હા કાન્હા
જપતું મન..
જરાય વિરામ ન લે..
આજ તો કરવી છે મનની વાત
કે
સીધેસીધું પૂછવું છે
તારો ને મારું સગપણ શું?
મંદ મંદ મલકતો
હળવેથી કહેશે
કૃષ્ણ રાધા બે નામ
એક શ્વાસ છે ને વિશ્વાસ?
હા! વિશ્વાસ તો છે
પણ
કાન્હા એકવાર જવાબ તો..
તારી આઠ આઠ પટરાણીઓ
તોય હું તારો શ્વાસ?
સમજાય નહીં
આવ ને કાન્હા
એકવાર આવી સમજાવ ને હવે.
કાન્હા કાન્હા કમસે કમ આ ફોન તો ઉપાડ...
જવાબ તો આપ... ©
કાજલ
કિરણ પિયુષ શાહ