*મનનું રૂપ કે....*
ચંદ્રમાં જોઈ પ્રતિબિંબ તારું
વધી ભીતરની અકળામણ...
કદાચ પુનમનો ચાંદ
દૂરથી સંભળાતું શૃગાલનું ગાન
ચાંદ પર છવાતું ધીરે ધીરે
એક શ્યામ વાદળ
આગળ વધી ચાંદ પર ફેલાયું
ચાંદનીનો ફીકો પ્રકાશ
બેચેન મન
ભીતરથી જાણે ...
મનનું રૂપ...
કોઈ જનાવર બહાર આવવા મથતું
રુપ આ અજાણ્યું લાગ્યું..
હાથ પગના નહોર વધ્યા
શરીર પર રૂંવાટી..
આંખો પીળી....
ગરદન ઉંચી કરી.
ચાંદને જોઈ..
એ સ્વરોમાં સ્વર પુરાવતા
સભ્યતાના નિયમો ભૂલી..
એક તરાપ..
આખુંય જંગલ
એ રુપાળા ચહેરા પર છવાયું..
એ કોઈની પ્રિયતમા હતી..
ચાહત હતી સર્વસ્વ હતી..
પણ
રૂપ એનું ભૂલી
આવ્યું બહાર વરુ રૂપ..
ભૂખ્યું તરસ્યું લોહીની ચહત લઈ
સ્વજનોના ઘાત માટે ..
આજ એની જ તરાપે...
ઓહહહ
ઈશ
આ તારું કયું રૂપ?
તું કણ કણમાં સમાયો
તારી ઈચ્છા વિના પર્ણ પણ ના ફરકે
તો
આ પણ
તારી જ માયા...?
આ અકળામણ
કોને સમજાવું?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ