જેમાં વ્યક્ત થવા ના કરવા પડે પ્રયત્ન...
એવી માતૃભાષાનો મને છે ગર્વ...
જેમાં છલકાતું વ્હાલ માતા નું ...
અને જોમ ભરતો ઠપકો પિતાનો...
એવી માતૃભાષાનો મને છે ગર્વ...
જે ભાષાના હાલરડાં સંભાળી આવે નિંદરો..
અને જે ભાષામાં બંધ આંખે જોવાય સપનાઓ ...
એવી માતૃભાષાનો મને છે ગર્વ...
પ્રથમ મિત્રોના મળે સાથ થાય સંવાદ અનોખો...
શરૂઆત થાય માતૃભાષા થી પડે મોજ વધે માભો...
એવી માતૃભાષાનો મને છે ગર્વ...
ભક્તિમાં ભળે નિખાલસતા અંતરના શબ્દોની...
ને પ્રભુ સમજી જ જાય મારા હૃદય નું ઘેલું...
એવી માતૃભાષાનો મને છે ગર્વ..
ઘણુંબધું છૂટશે અને ઘણું નવું જોડાશે...
માતૃભાષા મારી સાથે જ જીવશે...
એવી માતૃભાષા ગુજરાતી નો મને છે ગર્વ....
-Tru...