શું કરું નામ આવે પ્રેમનું
ને મને તું યાદ આવે
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે
ઓ! મુરલીધર,માખણચોર તારી વાત કરું છું....
તારી પૂજા કરતા વધારે તને જ તો પ્રેમ કરું છું
તારા વાંસળીના સુરો, મને રાત દિવસ જગાવે
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે
તારી મીઠડી બોલી, મને રોજ લલચાવે
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે
તારુ મુખડું મનોહર, મને પળ પળ નજર આવે
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે
તારી કામણગારી નજર,મને રોજ રોજ શરમાવે
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે
પૂનમની રાતે તો મને તું રમાડે
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે
તારા માખણ મિસરી
મારી ભૂખને સંતોષ અપાવે
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે
તારુ મોરપીંછ,
મારા જીવનમાં મબલક રંગ પુરાવે
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે
અંતમાં,
શ્વાસે શ્વાસે નામ તારું લેતા
મારું રોમ રોમ પવિત્ર થાય
ખોવાયેલો હોય કે મળેલો
પ્રેમ તો રોજ મને તું તારાથી જ કરાવે..
ઓ! મુરલીધર,માખણચોર તારી વાત કરું છું....
તારી પૂજા કરતા વધારે તને જ તો પ્રેમ કરું છું
યોગી
-Dave Yogita