ઉકેલ
શાંતિની શોધમાં
મંજિલ તરફ પ્રયાણ
સમસ્યાઓ સતત ગુંચવતી
માથે ભાર વધારતી
થાક્યા વિના
ચડ્યા કર્યુ
ક્યુબિકનાં પાસા
ગુંચવણ વધતી
મુંઝવણ વધતી
છતાં
સતત પ્રયત્નશીલ
મંજિલ પર પહોંચતાં
સામે દેખાયું નિરાકરણ
સમસ્યા ભીતર
તો
ઉકેલ પણ ભીતર જ
કર આંતર ખોજ
ગોઠવાય જશે કયુબ
ગુંચવણ
મથામણ મટી જશે
એકાગ્રતા ચિંતન મનન
સમાધાનકારી વલણ
એજ સાચો ઉકેલ
શાંતિ શાંતિ વ્યાપી
ભીતર સુધી©
કાજલ
કિરણ પિયુષ શાહ