નામ તમારું નહોતું, ને તમારી વાત હતી,
તારા મિલનમાં મારી અદભુત રાત હતી.
એ પ્રણય ઋતુમાં પ્રણયની વરસાત હતી.
દિલને ભેદવા આંખોની સેના તૈનાત હતી.
વર્ષો પછી સુના આંગણે તારી બારાત હતી.
ને તમારા તરફથી મને અંતિમ સૌગત હતી.
કરી આલિંગન મેં ચૂમી હતી તને કપાળે,
ભમરની માફક બીડાય ગઈ હતી વ્હાલે.
ને કોહિનૂર જેમ શોભતો હતો તલ ગાલે
મહોબતનો વાર્તાલાપ થયો નૈનને હવાલે.
હતું એક ગુલાબ, ખુશ્બુની ઘણી ભાત હતી.
સુગંધ તારા દેહની મારામાં પ્રસરી રહી હતી,
પ્રેમભર્યા ઉદ્દગાર મારા કાને કહી રહી હતી.
પ્રેમની સરિતા બંનેના દેહથી વહી રહી હતી,
ને શરમની રેખાઓ બધી ઓગળી રહી હતી.
નહોતી વાસના, માત્ર ને માટે પ્રેમની વાત હતી.
એ રાતે તારું મારામાં સંપૂર્ણ સમર્પણ હતું,
તારા ઉરથી વહેલું મહોબતનું ઝરણ હતું.
ને મારા પ્રસ્વેદનું તારા શરીરને અર્પણ હતું.
તારા ચહેરા પર સંતોષનું એક દર્પણ હતું.
ખીલ્યાં હતા પુષ્પ આપણા અને રાત હતી.
તારી બાહોમાં તું મને વધુ ને વધુ ભીડતી હતી,
મારા દેહ સાથે આત્મા સાથે એક બનતી હતી.
એ શરીરની તેજ ગતિમાં આહો તું ભરતી હતી.
ને એક કુંવારીકામાંથી એક સ્ત્રી તું બનતી હતી.
ન છુપાયેલ રૂપની મારા શયનખંડે બારાત હતી.
અતરંગી રાતના, અદ્ભૂત આપણા અહેસાસના,
આપ-લે થઈ ગયા હતા આપણા બધા શ્વાસના.
કાળી રાતે પ્રણય વહ્યો, તમારા રૂપના ઉજાસમાં.
મનોજ એક યૌવન ખીલ્યું'તું મારા બાહોપાસમાં.
આપણી પ્રેમભરી ક્ષણોમાં સમયની બગાવત હતી.
મનોજ સંતોકી માનસ