સરસ ચાલતું હતું બધું, થયું ઈશ્વરની રહેમ છે,
ત્યાં આજે સામેથી આવીને એમણે પૂછ્યું કેમ છે?
વાળમાં સફેદી ચાંદી જેવી,અને કરચલી મોઢે,
પણ શું કહું દોસ્ત..હજુય સ્મિત, એમનું એમ છે.
જોઈએ એમને ધબકારા ત્યારેય વધતા, અને આજેય વધી ગયા,
ઉમર તો એનું કામ કરે યાર, પણ પ્રેમ સેમ ટુ સેમ છે,
જાણે છે એ કે જોયા જ કરવાની લાલચમાં, અજાણતા જોઈ લઉ છું હું,
શું બોલવું ને શું ન બોલવું આજે તો શબ્દોય મૌન છે.
જીવન આખું ઈશ્વર તુલ્ય ગણી એમને ચાહ્યા છે મે, ત્યાં...
સુદામા ની ઝુપડીએ અચાનક, કૃષ્ણ આવી ચઢ્યા પ્રસંગ કંઈક એમ છે,
સરસ ચાલતું હતું બધું, થયું ઈશ્વરની રહેમ છે,
ત્યાં આજે સામેથી આવીને એમણે પૂછ્યું કેમ છે?
અશોક ઉપાઘ્યાય
18/02/2023