તુટેલા દિલ ની તુ ફરિયાદ ના કર આવી પડેલા જખ્મો ની તુ વાત ના કર નથી કરતી દુનિયા અન્ય ની પરવા તુ તારો આ રીતે ઉપહાસ ના કર જીવી લે તુ ના રૂઝાતા જખ્મો ની સાથે જખ્મો ને જીરવી દુનિયા સામે તુ હસવાનું એલાન કર ભરાઈ જશે જખ્મો ગુજરતા સમય ના મરહમ થી બેદદૅ આ દુનિયા માં હમદદી ની તુ આશ ના કર હળવું થઈ જશે દુઃખ તારુ જોજે શબ્દ બની .મીનુ. તુ કવિતા માં વાસ કર...
-Meena Parmar