વાત કરું હું વરસો પુરાણી
પ્રભુ પાસે લઈ ગયો માનવ ફરિયાદ તાણી
પ્રભુ તે બનાવી દુનિયા સુંદર
તો પણ તે રાખી દીધી ઘણી ખામી
ચાંદ બનાવ્યો અતિ સુંદર
ડાઘ રાખી એમાં, તે રાખી અધુરૂપ તારી
કોયલ ને કંઠ આપ્યો અતિ સુંદર
પણ કાય બનાવી એની તો તે કાળી
ગુલાબ ને બનાવ્યો ફૂલોનો રાજા
કાંટાળી ડાળી તો એમાં પણ તે બનાવી
અંતમાં,
આવ મનુષ્ય ખબર હતી મને તારી
બનાવી મે દુનિયા સુંદર મારી
બસ, તારી નજરમાં જ રહી ગઈ ખામી
ના દેખાણી તને મારી કલાકારી
એટલે તો પૂરી ન થઈ ક્યારેય ઈચ્છા તારી
તું પણ રહી ગયો અધુરો અને ખાલી