હજારોની ભીડમાં તારી આંખો ઓળખું છું.
મુખે ઓઢણું હોય નમણી નયનો ઓળખું છું.
આડી નજરે જુએ ભરી સભામાં તું વારંવાર !
હજારોની ભીડમાં અનુપમા તને ઓળખું છું.
છતી આંખે અંધ બની હું અથડાયા કરું છું ,
નજર ચુકાવી જાય પહેલાં નજરને પકડું છું.
પ્યારનાં પારખાં હતાં તો સામે જ આવવું"તુ!
ભરી સભામાં સંતાઈને ખાલી નાટક કરું છું?
- वात्सल्य