ગામથી ખેતર જતાં વચ્ચે નદી આવે ત્યાં છબછબીયાં કરું!
ભાત હેઠે મુકવાનું ભૂલું જ્યાં પરણ્યાનો ફોન આવેને ડ્રેસ સંકોરું !
ઉતાવળી ઉતાવળી ચાલુ ત્યાં રસ તરબોળ થાય ભાત રોટલી!
પરણ્યો ઊંચે ઝાડે ચડી મારી જુએ વાટ્ય ત્યાં ખોલું રસ રોટલી!
નીકળી'તી શાક સાથ બાંધી રોટલી ત્યાં આંખે જોઈ દાળ ઢોકળી.
ચહેરો નિરખે પેલો પરણ્યો મુછાળો કેડ વાંકી વાળી લળી વાંકળી!
આજે તો આવી બન્યું વિચારી ઓઢણા ઓઠે કરે નજર નાનકડી.
એકરસ નીરસ કઢી ના રસ રોટલી બે સ્વાદ દાળ અને ઢોકળી!
હસવું ના સમાય નરબંકો પોતાની પરણેતરનાં કરે ઝાઝાં વખાણ!
હરખે હેઠાં બેસી ધરતી પર જમાડે નવોઢા,નર કરે મૂછ વાંકડી.
- વાત્ત્સલ્ય