માંગું છું કાન્હા તારો જન્મોજન્મ સંગાથ.
તારાં સિવાય ના ચાહું હવે કોઈનો સાથ.
મળી છે આ કાયા એ તને કરું અર્પણ.
હવે નિહાળું ખુદને બનાવી તને દર્પણ.
તુજથી દુર નથી રહેવું જરાય મને શ્યામ.
તારી પડછાઈ બનીને રહેવું સદાય શ્યામ.
જાણું છું કાંટાળી કેડીને વસમી છે વાટ.
પણ તૈયાર છું ચાલવા હોમી મારી જાત.
જીરવી લઈશ દુનિયાનાં વસમાં મહેણાં.
નીત આંજીશ આંખોમાં તારાં જ શમણાં.
તારાં ભરોસે ઉતારી નાવ મધદરિયે કાન્હા.
"મીરાં"જાશે પેલેપાર તારાં વિશ્વાસે કાન્હા.
ચૌહાણ ભાવના"મીરાં "
-Bhavna Chauhan