જીર્ણ પર્ણ શુ જીવન
ખરતા પર્ણને જોઈ
જીવન સત્યનો થયો સાક્ષાત્કાર
ઊગ્યું એ આથમવાનું
ને
આવ્યું એ જવાનું જ
તો
વચ્ચેનો સમય
મળેલ પાત્રને ભજવી લો
પડદો પડે તે
પહેલા
એકવાર
મનથી નક્કી કરી
ઉત્તમ અભિનય
કે
આહ ને વાહની તાળીઓ સંગ
વન્સમોરનો પડધો પડે
તો
ચાલ
એક દિવસ
કે
એક દિવસે તું નક્કી કરી લે
વિદાય પહેલા ને પછી
નામ તારું
કઈ રીતે લેવાય...©
One day or
Day one...
You decide..
કાજલ
કિરણ પિયુષ શાહ