જવા દો..
ક્યારેક
વસ્તુને જવા દેવી
એ જ સાચો માર્ગ
ભૂલી જાઓ
જવા દો કહેવું આસાન
પણ કરવું ખૂબ જ મુશ્કેલ
હાથમાં ફૂગ્ગો લઈ ઉભેલ બાળક
દોરી છૂટી ફુગ્ગો હાથથી ગયો
પકડમાં ન જ આવે
સફરનો આનંદ લો
કે
કકળાટ કરો
વાત તમારી મરજીની
તો
મનની શાંતિ માટે
જતું કરો
ને
સાચવો
શાંતિ સાથે
સંબંધની સુવાળપ પણ
તો
સમજાયું ને©
Sometimes you need to let things go..
કાજલ
કિરણ પિયુષ શાહ