નથી બોલી શકાતું કે નથી બતાવી શકાતું.
કેવું છે આ દર્દ! હવે ના સહી પણ શકાતું.
મનને મનાવું છું ત્યાં આ દિલ રૂઠી જાય છે.
રેતી સમા આ સપનાં હાથથી સરી જાય છે.
કોરી ધાકોર આંખોની રતાશ સંતાડુ કેવી રીતે?
બળતી અગન હૈયાની ઠારુ હું કેવી રીતે?
હવે તો પીડા અંતરની આરપાર થઈ છે કાન્હા.
મીરાં દુનિયાનાં રંગમંચથી હારી ગઈ છે કાન્હા.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan