ગઝલ - નામે
રામ રખોપું સૌનું કરજે
ચિંતા સઘળી તારા નામે
જીવનભર પંપાળી પીડા
મીઠી ગોળી સ્વાદે જાણે.
દુઃખી મનથી કામો કરશે.
સેવા કરશે મેવા માટે.
ભીડ ઘણી ભેગી થાતી તોય,
ભીતર તો ખાલીપો લાગે.
ઘા ઊંડો વકરે પાછો ત્યાં,
જલ્દી પાછી રૂઝ ન આવે.
ત્યાં વાતો વાતોમાં ખોયું,
સઘળું પાછું મળશે ટાણે.
કાઢી રાત્રી થરથરતાં તોય,
આશા રાખી ઈશ્વર પાસે.©
કાજલ
કિરણ પિયુષ શાહ