નથી તું મારો , છતાં
તને મારો કહેવાનું મન થાય છે.
નથી તું મારાં હાથની લકીરોમાં, છતાં તારું નામ
હથેળીમાં લખવાનું મન થાય છે.
નથી તારી પર મારો કોઈ અધિકાર, છતાં તારાં
પર હક કરવાનું મન થાય છે.
નથી નસીબમાં તારાં નામનો શ્રુંગાર, છતાં
તારાં નામનો શણગાર કરવાનું મન થાય છે.
નથી લખાયો તારો સાથ મારી સાથે, છતાં
જન્મો તારી સાથે જીવવાનું મન થાય છે.
-Bhavna Chauhan