ખળ ખળ વહેતાં કિનારે તું અને હું
ત્યાં વહે તારાં મારાં પ્રેમનાં વહેણ
ઉપર નીલા આકાશની છત
ધરતીની ગોદમાં હોય હું અને તું.
મંદ મંદ વહેતાં પવનની સંગમાં
એકબીજામાં ઓગળી જઈએ તું અને હું.
ઝરમર ઝરમર વર્ષામાં ભીંજાતાં
એકબીજાની લાગણીમાં ભીંજાય જઈએ તું અને હું.
ક્યાંક ટહૂકે કોયલ,ને એનાં ટહૂકાની સંગ
આપણે પણ ખોવાઈ જઈએ એકમેકમાં હું અને તું.
કાશ આવું થાય,
એ થોડી પળોમાં જન્મારો જીવી લઈએ હું અને તું.
હું અને તું.
તું અને હું.
-Bhavna Chauhan