સાંભળ ! આજે મનની એક વાત કહું છું તને.
તું બસ હસતો રહેજે કોઈ ઝરણાંની જેમ
બીજી મને કોઈ ઈચ્છા નથી હવે.
તારાં સ્વપ્નને મેં મારું સ્વપ્ન માન્યું
બીજા સ્વપ્ન જોવાની કોઈ ઈચ્છા નથી હવે.
તારો સાથ પામીને જન્નત જીતી ગઈ
કાંઈ બીજું જીતવાની ઈચ્છા નથી હવે.
થોડી ક્ષણો એવી જીવી છું તારી સાથે
કે ઝાઝું જીવવાની ઈચ્છા નથી હવે.
આંખોમાં તને જ વસાવી લીધો છે
નજરથી તને દુર કરવાની ઈચ્છા નથી હવે.
મીરાં
-Bhavna Chauhan