મા......
હું નજર માંડીને
વાટ હજી જોવ છું...
એક ઝલક તારી પામવા રોજે
આંસુથી આંખને ધોવ છું...
ક્યાંક ખીલે ફૂલ ને સુગંધ તારી આવે..
ક્યાંક ગીત સાંભળું ને યાદ તારી આવે..
તારું બીજ છું તો છાંયડો તારો શોધતી રહું,
મનમાં દબાતી લાગણી કોને જઈને કહું ?
ક્ષણ, મિનિટ ને કલાકો વીતતા ગયા જો તો ખરા !
દિવસો, મહિના ને વર્ષ પણ જતાં રહ્યાં જો તો ખરા !
તું સાથે જ છો મારી...
તને ફિકર છે હજુ મારી...
બસ, આમ જ સપને આવીને સાથ આપજો,
બસ, જ્યાં મુંઝાવ કદીક તો હાથ આપજો...
મારી માવડીને સદૈવ માટે...
તારા ચરણોમાં સદાય વાસ દીનાનાથ આપજો !
તારા ચરણોમાં સદાય વાસ દીનાનાથ આપજો !
શિતલ માલાણી 'સહજ'
૨૪/૧/૨૦૨૩
જામનગર
-Shital Malani