31st ડિસેમ્બર શનિવાર શુધ્ધ નવમી યોગ
આ દિવસે જે કોઈ મહિલા નીચે આપેલ પ્રમાણે વ્રત કરશે તેને મનવાંછિત ફળ પ્રાપ્ત થશે
સવારે વહેલા ના ઉઠતા આરામ થી મોડું ઉઠવું
ઊઠી ને કોઈ મસ્ત હોટેલ માં જઈ ભરપેટ ચા નાસ્તો કરવો
નાસ્તા માં ડોસા, વડા, ઉત્તપા લઈ શકાય
ઘરે આવી ને ફરી થી કલાક સૂઈ જવું
ઊઠી ને મન થાય તો હુફાળા ગરમ પાણી થી નાઇ લેવું
સરસ મઝા નો નવો ડ્રેસ પહેરી બપોરે કોઈ સરસ મઝાની હોટેલ માં જમવા જવું
જમી ને મીઠા પાન ખાવું ના ભૂલવું
પાછું બપોરે 2 કલાક સૂઈ જવું
ઊઠી ને તૈયાર થઈ શોપિંગ માટે જવું અને મનગમતા કપડાં ની શોપિંગ કરવી
ઘરે જતા પોતાની fvt આઈસ્ક્રીમ જરૂર ખાવી
ઘરે જઈ હળવા સંગીત નો આનંદ લેવો અને અને નવા વર્ષ માં આટલી જ મઝા કરીશ એવો દ્રઢ નિશ્ચય કરવો અને બહાર થી પાર્સલ મંગાવી જમી લેવું અને શાંતિ થી સૂઈ જવું
અતિ મહત્વ નું આ દિવસે પતિ ક્યાં કયા મિત્ર સાથે પાર્ટી કરતો હસે અને કેટલા વાગે આવશે એની કોઈ ચિંતા કરવી નહિ
અને પતિ ને ભૂલે ચૂકે પણ ફોન કરી પૂછવું નહિ કે ક્યાં છો કોની સાથે છો અને કેટલા વાગે આવશો
નહિ તો વ્રત માં ભંગ પડશે અને નવું વર્ષ બગડશે😉
આ વ્રત છ સાત બહેનપણી ઓ ભેગા મળી કરે તો વધારે ફળદાયી રહેશે😍