એ સમય કેવો મજાનો હશે,
જેમા સાથ તમારો ને મારો હશે.
અજાણ છે બેઉ કદાચ,
પણ આ ચંદ્ર પાસે જરૂર કોઈ પુરાવો હશે.
મુખડાની ચમક નથી અમસ્તી જ,
એમાં સૂર્યના તેજનો પણ સહારો હશે.
થયો મેળાપ આ જનમારે,
કયાંક તો પ્રકૃતિનો પણ સહારો હશે.
મિલન-વિરહ તો ખેલ છે નિયતિના,
જેમાં વાંક મારો ને તમારો પણ હશે.
કરીને કટકા એક આતમના,
સાહેબ!! ઉપરવાળો પણ મુંઝાણો હશે!!