જોને ભીતર કંઇક ખાલી છે...
ચોક્કસ ત્યાં જરૂર તારી છે...
તું કહે તો હું રાધા ને તું કહે તો હું મીરાં...
બસ શ્યામ મારા માટે તારી ઝલક કાફી છે...
જોને ભીતર કંઇક ખાલી છે...
ચોક્કસ ત્યાં જરૂર તારી છે...
જો તું આવવાનો હોય કોઈ વખત...
જન્મોજન્મ વાટ જોવાની તૈયારી મારી છે. ...
જોને ભીતર કંઇક ખાલી છે...
ચોક્કસ ત્યાં જરૂર તારી છે...
તારા વિચાર થી આનંદિત થઈ જાય અસ્તિત્વ મારું...
બસ આનંદ ની વાતોમાં ઉજાણી બાકી છે...
જોને ભીતર કંઇક ખાલી છે...
ચોક્કસ ત્યાં જરૂર તારી છે...
-Tru...