મિત્રો,
•બેઠાડું જીવન(Sedentary lifestyle) ,
•પરિશ્રમ કે કસરત નો અભાવ (Lack of exercise or physical activity),
•આલ્કોહોલનું સેવન (Alcoholism),
• ધુમ્રપાન (Smoking),
•તમાકુ ની બનાવટો નું વ્યસન
(Addiction of Tobacco products),
•મેદસ્વીતા (Obesity) ,
•આહાર માં ચરબી યુક્ત ખોરાક નો વધુ પડતો ઉપયોગ (Fat rich diet),
•આનુવંશિકતા (Heredity),
•માનસિક તણાવ (Mental stress ) ,
•ચિંતા (Stress)વિગેરે હ્રદય ❤️ રોગ માટે જવાબદાર વિવિધ પરિબળો (Predisposing factors) છે.
આસ્તિક કરતા નાસ્તિક વ્યક્તિ માં હાર્ટએટેક આવવાની શક્યતા વધુ હોય છે.આસ્તિક વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભુ નું અવલંબન લે છે.પ્રભુ પર આસ્થા ધરાવે છે અને પ્રભુ જ તેની સમસ્યા હલ કરશે તેવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે.પ્રાર્થના એ પણ પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનવાની (Thanks giving) માનવીય રીત- પરંપરાગત પધ્ધતિ છે. પ્રભુ પ્રત્યે ની શ્રધ્ધા માનસિક તાણ કે હતાશા હળવી કરી હૃદયરોગના હુમલા ( 💓 Heart attack) થી બચાવે છે.જયારે નાસ્તિક વ્યક્તિમાં માનસિક તાણ હૃદય રોગનો હુમલા માં પરિણમે છે.આ ઉપરોક્ત મત ને હૃદય રોગના નિષ્ણાત તબીબો (Cardiologists) પણ સમર્થન આપે છે.
પ્રસ્તુતકર્તા: ડૉ ભૈરવસિંહ રાઓલ