*માવડી વ્હાલી લાગે* ૧૭-૧૧-૨૦૨૨
ચેહર મા.. અમને વ્હાલી લાગે છે
તારી મૂરત,
તેં તો નાયણા નાગર જોડે પડદે
વાતો કરી.
રૂપાબા નાં ઓરતાં નું માવતર,
તારાં થકી જ સઘળું વાત
હું તો સમજું
ને તોય જીવ રેહતો મોહ માયામાં
તારે લેવાની જગ આખ્ખાની ભાળ
એમાં ગોરના કુવે તને સૌ ભાળે છે
તારાં દર્શનમાં આંખ એવું છલકી કે
જાણે અષાઢી એક વાદળી
ચેહર.. અમને વ્હાલી લાગે છે
તારી મૂરત.
અડાલજની ગલીયું ને
મરતોલીની વરખડી સંગાથે
તને જ ભાળું ચેહર મા
ભકતો તારાં દર્શન માટે ઝૂરે છે
ભાવના ઝૂર્યા કરે છે માવડી
માઈ ભક્ત રમેશભાઈ એ
ચેહર મા નામ સાથે
જીવન સાંકળી લીધું છે.
ચેહર...અમને વ્હાલી લાગે છે
તારી મૂરત માવડી...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖