તારી પાસે તો ઘણા છે પણ મારી પાસે તો તું એક જ છે.કંઈક આવું છે તારું ને મારું બંધન.
હે પ્રભૂ!હું તને નિહાળી નથી સકતી કે નથી ક્યારેય મળી પણ નથી સકતી પણ તોય તું મને રોજ મળે છે અને રોજ મને જોવે છે.
પાણી ના પરપોટા માંથી જન્મ દેનાર તું,
હાડ રુધિર વચ્ચે દૂધ ભરનાર તું,
વાદળ સુધી પાણી પહોચાડનાર તું,
કોયલ નો કંઠ પૂરનાર તું,
ચંદ્ર સુર્ય ને ચમકાવનાર તું,
ધરતી પેટે અન્ન ઉગાળનાર તું,
મોર ના પીછાં રંગવા થી માંડી ને
કીડી ના આંતર પૂરનાર તું,
મારા પુરા જીવન ની દોરી ઝાલનાર તું
કંઇક આવું છે આપણું બંધન કે મારા જન્મ થી લઈને મૃત્યુ સુધી મારી બધી ચિંતા કરનાર તું.
મારા જન્મ પહેલાં તું મને સાવધાન કરી દે છે,
મારા દૂધ ની વ્યવસ્થા પણ મારા જન્મ પહેલાં જ કરી દે છે,
મને મનુષ્ય નો અવતાર આપી મને શ્રેષ્ઠ પણ બનાવી દે છે,
તારું ને મારું બંધન તો જન્મ થી પેલા ને જન્મ થી પછી સુધી છે,
સૃષ્ટિ ના સર્જન થી વિનાશ સુધી નું છે,
આપણું બંધન એટલે શ્રદ્ધા. કેમ કે એના વિના બંધન ના થઈ શકે,
હું કંઈ પણ કરતાં પહેલાં બસ તને યાદ કરી લવ તો મારું કામ સફળ. કંઇક આવું બંધન છે તારું ને મારું કે તને યાદ કરવાથી મારું કામ થઈ જાય છે.
ક્યારેક કોઈ કામ સફળ ના થાય તોય તું મને ક્યારેય થાકવા કે હારવા નથી દેતો.રોજ રોજ નવી પરીક્ષા ની સાથે રોજ નવી ઉમ્મીદ પણ આપી દે છે.
બસ આવું છે આપણું બંધન મારા દરેક શ્વાસ પર તારો અધિકાર હોવા છતા ક્યારેક હું તને નફરત કરું છું દોષ દવ છું.મારા કર્મ ના બધા સારા નરસા પરીણામ નો જવાબદાર હું તને માનું છું.
હમેશાં બધી ભૂલ માટે તું મને માફ કરતો રહેસ અને હું ભૂલ કરતો જાવ છું.
એવું નથી કે મને તારા પર વિશ્વાસ નથી પણ મને ખબર છે કે તું કંઈ બોલતો નથી. મને જવાબ નહિ આપ એટલે હું ગમે તે તને બોલી દવ છું.
તોય તું મને રોજ એક નવી સવાર આપી દે છે.આવો છે આપણો સંબંધ.
મને તો એ પણ નથી ખબર શું પુણ્ય છે શું પાપ છે છતાંય તું મારો હિસાબ રાખે છે.
તું ધન્ય છે પ્રભુ જો તું રોજ આ દેહ માં પ્રાણ પૂરી દે છે...
તમારે અનેક પ્રભૂ મારે તમે એક છો.