*મા નાં ગુણ* ૧૬-૧૧-૨૦૨૨
લખી ના શકું એટલાં ચેહર નાં ગુણ છે,
ભાવના નાં હૈયાં નો અહેસાસ છે.
રમેશભાઈ ની અપાર
ભક્તિ માટે શબ્દોની જરૂર નથી,
ચેહર મા તું તો મૌનની
ભાષા પણ સમજે છે
એવી જાગતી જ્યોત છે
રૂપા બા, નાયણા નાગર નાં
હૈયાની પ્રત્યેક ધડકનમાં
નામ તારું હતું ચેહર મા,
તારા થકી જ
ધડકે હૃદયથી ભટ્ટ પરિવાર
જુઓ ચેહર મા.
ગોરના કુવે માનવ મહેરામણ
છલકાય છે
તારો મહિમા છે ચેહર મા,
તારા દર્શન વગર બધું જ
સૂનકાર છે ચેહર મા.
ન થઈ શકે તારાં વિના
જીવનની કલ્પના ચેહર મા,
ગવૈયા, સેવકોના
દિલના પોકાર ને બસ તું જ
સમજી શકે ચેહર મા..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ.*
➖〰️➖〰️➖〰️➖〰️➖