કચ્છના રણમાં તારો વાસ
માં તું પૂરતી ભક્તોની આશ
માં કહેતા મુખ મારું મલકાય
પૂર્ણ મારા સૌ કામ થાય
દર્શન માટે આવે તારા બાળ
સદાય ખુલ્લા છે તારા દ્વાર
જેના માથે તારો હાથ
કોઈ ના કરી શકે વાંકોય વાળ
ભક્તો આવતા માની પાર
પૂર્ણ કરતી સૌની આશ
રણમાં આશાપુરા માં તારો વાસ
મૃગજળમાં પણ તું પૂરતી આશ
માતાનો મઢ છે સ્વર્ગ સમાન
આશાપુરા માં કરે ત્યાં નિત્ય નિવાસ
યોગી
-Dave Yogita