*આવો મા* ૬-૧૧-૨૦૨૨
આવો.. આવો.. વહેલા આવો. ચેહર મા..આવો..
સેવકો આવ્યા.. આવો.. વહેલા ચેહર મા. આવો.. આવો.
ગોરના કુવે તો સોનાનો મઢડો શોભે રે,
ચેહર મા આવો તો સુખડના થાળ છે રે..
ચેહર મા આવો..
ભકતો દર્શનાર્થે ઉમટ્યા રે..
ભાવના જુએ તમારી વાટ રે,
નાયણા, રૂપાની દેવી આવો રે..
વાયુવેગે આવો.
સેવકોને તારી આશા રે..
લીલાં રંગની ચૂંદડી ઓઢી છે રે,
શરણે આવે એની તારે તું નાવડી છે રે..
માઈ ભક્ત રમેશભાઈ ની દેવી આવો.
બાળકોને તારી જરૂર છે..
સાચા રટણથી ધોવાય પાપ રે,
તારાં દર્શનથી ટળે સૌ સંતાપ રે.
ચેહર મા આવો.
ભટ્ટ પરિવારની માનિતી દેવી રે.
તારાં નામથી દુ:ખડાં દૂર થાય રે,
રવિવારે માનવ મહેરામણ ઊભરાય રે.
ચેહર મા આવો.
ભક્તો પોકારે રે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖