રામપ્પા મંદિર તેલંગાણા
રામાપ્પા મંદિર આ શ્રેષ્ઠ shilp માટે જાણીતું chhe. કહોકે આ શિલ્પકારની શ્રેષ્ઠ કૃતિ છે. જેને રૂદ્રેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કાકટિયા શૈલીનું હિન્દુ મંદિર છે જે ભગવાન શિવજી ને સમર્પિત છે, જે ભારતના તેલંગાણામાં સ્થિત છે. તે મુલુગુથી 15 કિમી (9.3 માઇલ), વારંગલથી 66 કિમી (41 માઇલ), હૈદરાબાદથી 209 કિમી (130 માઇલ) દૂર છે.
મંદિરમાં એક શિલાલેખ છે એ દર્શાવે છે કે તેનું નિર્માણ વર્ષ ઈસવીસન1213 માં રેચરલા રુદ્ર ઉર્ફે રેચરલા રુદ્રી રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું હતું - જે કાકટિયા શાસક ગણપતિ દેવ 1199થી 1262 ના સેનાપતિ હતા. રામાપ્પા તળાવની આજુબાજુમાં સ્થિત, રામાપ્પા મંદિર સંકુલ જે ત્રણ મંદિરો ધરાવે છે તે 1212 અને 1234 ની વચ્ચે બાંધવામાં આવ્યું હતું, જેની ડિઝાઇન અને આર્કિટેક્ટ રામાપ્પા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના નામ પરથી મંદિર સંકુલનું નામ રાખવામાં આવ્યું છે.