આ તો દુનિયા છે આપત્તિને પણ અવસર બનાવશે
જોજો, બધા પોતાના રોટલા આમાં જ શેક્તા રહેશે
કોણ મરી ગયું કોણ બચી ગયું એનાથી ક્યાં ફેર પડે છે
બે દિવસ પછી આ જ પુલ પર
સૌથી મોટી રોશની પોતાની જિત પર જ કરશે
ન્યાય તો તું જ કરતો આવ્યો છે
તારે જ કરવો પડશે
બાકી મારા જેવા બધા ખાલી ફરિયાદ જ કરશે
-Dave Yogita