*આવો* ૨૨-૧૦-૨૦૨૨
આવો ગોરના કુવે
બેસીએ ચેહર પાસે
ધૂપ - દીપ ની સુગંધ ને પ્રસાદ લઈએ
દિવાળીના તહેવારોનો આનંદ છે
હ્રદયમાં માનવતાનો દીપ પ્રગટાવીએ
ને ભાવના ભર્યા ભાવે ભજવા છે
ચેહર મા સત્કર્મ ને શ્રધ્ધાથી રીઝે છે
ભકતો મંદિરમાં આવે ત્યારે
ચેહર મા ને બહું ગમે છે
કામકાજનો બોજ વચ્ચે પણ
નિતનવા સેવકો દર્શન કાજે આવે છે
ચેહર મા ને રોજ પોકારે છે
બહારના શોરબકોર માં
પણ ભકતો ચેહર મય બનીને જીવે છે
મન મંદિરમાં સ્થાન આપ્યું છે
એટલે જ ચેહર વાયુવેગે આવે છે
ધૂપ - દીપ, માળા ગોરના કુવે થાય છે
હજુય સમય છે આવો ચેહર દર્શને
જાગી જાવ હવે માનવીઓ
આ દિવાળી જગાડવા આવી છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️