“ રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપત્ની “
રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર પુરુષ હોય કે સ્ત્રી એને રાષ્ટ્રપતિ જ કહેવાય. આમ છતાં આપણા મનમાં ભાષાની જે પરંપરા છે એણે ક્યારેય એવો પ્રશ્ન પણ પેદા કર્યો છે કે રાષ્ટ્રપતિ પુરુષ જ હોય. એટલે એ સ્થાન ઉપર જો કોઇ સ્ત્રી આસનસ્થ થાય તો એને રાષ્ટપત્ની તો ન જ કહેવાય ? પત્ની શબ્દ અપવિત્ર નથી, ગંદો પણ નથી અને છતાં આપણે આ શબ્દને ગંદા સંદર્ભમાં પ્રયોજીએ છીએ..
હમણાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ માટે વિરોધપક્ષના નેતાએ ‘ રાષ્ટ્રપત્ની’ એવી જાતિવાચક ઓળખાણ આપી.અંગ્રેજી ‘ધ પ્રેસીડેન્ટ’ આ શબ્દને જ્યારે રાષ્ટ્રપતિના અર્થમાં સ્વીકારેલો ત્યારે એનું ભાષાંતર ‘રાષ્ટ્રમાતા’ તરીકે કર્યું હોય તો એ ઉચિત ગણાય ખરું? માતા શબ્દ સાથે વાત્સલ્યભાવ હાવી થાય છે.જો આમ થાય તો ‘રાષ્ટ્રમાતા’ શબ્દ પ્રયોજી શકાય નહીં.ખરી વાત એ છે કે ‘રાષ્ટ્રપતિ’ શબ્દને લિંગ ભેદની કોઇ છાયા વિના પ્રેસિડેન્ટના અર્થમાં જ સ્વીકારી લેવો જોઇએ. પ્રમુખ કે અધ્યક્ષ શબ્દનો વ્યાવહારિક અર્થ આપણે આવો જ કર્યો છે.’ પ્રમુખા ‘ કે ‘અધ્યક્ષા’ કરતા નથી.
🙏🏻