કૃષ્ણ ભજન
"લાવ હથેળી શ્યામ લખી દઉં "
લાવ હથેળી શ્યામ લખી દવ ,
હૈયે હરિ વર નામ લખી દવ
આંગળી ઉપર આતમપ્યારે,
કર ઉપર કિરતાર લખી દવ (૨)
મુખ ઉપર માખણ ખાનારો,
ગાલ ઉપર ગોવિંદ લખી દવ (૨)
કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ
ભુજ ઉપર ભગવંત લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ
હૈયે હરિ વર નામ લખી દવ ,
આંગળી ઉપર આતમપ્યારે,
કર ઉપર કિરતાર લખી દવ (૨)
કુંડળ ઉપર કમળ નયન ને
અલ્કાવલી પર અલખ લખી દવ (૨)
નાસિકા ઉપર નટવર નગર
નથણી પર શ્રીનાથ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ ,
હૈયે હરિ વર નામ લખી દવ
આંગળી ઉપર આતમપ્યારે,
કર ઉપર કિરતાર લખી દવ (૨)
અધર ઉપર અંતરયામી,
બિંદીમાં વ્રજચંદ્ર લખી દવ (૨)
પાંપણ ઉપર પરમાનંદ
કીકીમાં હું કૃષ્ણ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ,
હૈયે હરિ વર નામ લખી દવ,
આંગળી ઉપર આતમપ્યારે,
કર ઉપર કિરતાર લખી દવ (૨)
ચુંદડી ઉપર ચિત્ત હરનારો ,
પાલવ પર પ્રીતમજી લખી દવ (૨)
શ્રાવણ મહિને ભીતર મોહન
રોમે રોમે રસરાજ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ,
હૈયે હરિ વર નામ લખી દવ
આંગળી ઉપર આતમપ્યારે,
કર ઉપર કિરતાર લખી દવ (૨)
લાવ હથેળી શ્યામ લખી દવ ,
હૈયે હરિ વર નામ લખી દવ.
જય શ્રી રાધે કૃષ્ણ