દિલ અને દિમાગ વચ્ચે થતું રોજ આ યુધ્ધ છે,
ક્યારેક હારતુ દિલ તો ક્યારેક હારતુ દિમાગ છે,
દિલ કહે હું સાચું,દિમાગ કહે હું,
બન્નેન વચ્ચે ફસાતો માનવી અહીં રોજ છે,
દિમાગ ને વ્હાલો પૈસો અને દિલ ને વ્હાલો પ્રેમ,
દિમાગ સમજે બધી ભાષા દિલ તો સમજે પ્રેમ,
એક ને વ્હાલી જગતની રીત તો,
એક ને વ્હાલી પ્રીત છે,
પૈસા વગર નથી ભરાતું પેટ તો
પ્રેમ વગર નું મન રહી જાય છે ખાલી દેહ
અહિં તો બન્ને જરૂર છે.....
-Dave Yogita