શરદ પૂનમ
મંદ મંદ શીત લહેર આવી મઝાની શરદ ઋતુ લાવી,
નવ નવ રાત્રીની આરાધના કરી શ્રધાનું ફળ લાવી.
સોળે શણગાર સજી ગોરી પ્રિયતમને મળવા ચાલી,
સોળે કળાએ ખીલ્યો ચંદ્ર આભે શરદ પૂનમ આવી.
ઔષધિય કિરણો રેલાયા ચાંદની ચમકતી આવી,
દૂધ પૌવા સાકરની મીઠાશ સંસારમાં સમાવવા આવી.
સખી સહેલી સહુ ટોળે ટોળા રાસની રંગત જામી,
મંદ મંદ શીત લહેર આવી મઝાની શરદ પૂનમ આવી
-Asmita purohit