"થોડું હા...! અને થોડું ના ...!
હીરાને તડકામાં રાખતાં જેમ પાસાઓ પડે છે એમ તારા સ્વભાવના પણ અનેક રંગો છે, દર વખતે હું એમાંના એક અલગ જ રંગનો અનુભવ કરું છું. તને જેટલો જાણું છું એટલો તું અજાણ્યો છે ને જેટલો અજાણ્યો લાગે એટલો જ જાણીતો છે....
મારો પ્રેમ , પ્રિયતમ, પતિ , મિત્ર , શત્રુ , બાળક સઘળું છે તું.... હું તને પ્રેમિકા બની ચાહુ છું, પત્નિ બની તારી ખુશીઓનું ધ્યાન રાખું ને બાળક ની જેમ તને વ્હાલ કરું છું, દુશ્મનની જેમ ઝઘડી શકું છું , હા, તારી સાથે જ , તું લાડ કરી મનાવે એમ વિચારી રિસાઈ શકું છું. તું અણમોલ છે મારાં માટે.... તને કેટલું જાણું છું એ અગત્યનું નથી મારાં માટે.... તને ખૂબ ખૂબ ચાહું છું .... બસ, એ જ અગત્યનું છે મારાં માટે..... શ્વાસોનાં ઇંધણ વડે ચાલતી મારી જીવન ગાડીનું એન્જિન છે તું.....
----. સરગમ
-Priyanka Chauhan