જીવનની અંતિમરાત્રીએ મળવા મને આવજે
મર્યા પહેલા એકવાર જીવડાવવા મને આવજે
ચાંદ તારાઓની બારાત લઈને આવજે
સિતારોના દુનિયામાં શોધવા મને આવજે
મારી એ અંતિમ રાત્રીએ જોવા મને આવજે
આંખો હંમેશા બંધ થઈ જાય
એ પહેલા નજર સાથે નજર મેળવવા આવજે
મારી એ અંતિમ રાત્રીએ જોવા મને આવજે
અંતિમ રાતની ઘડી હશે સુહામણી
તારા હાથે જ શણગારવા મને આવજે
મારી એ અંતિમ રાત્રીએ મળવા મને આવજે
જિંદગી તો વીતી ગઈ હશે
પણ મોત મારૂ સુધારવા આવજે
મારી એ અંતિમ રાત્રીએ મળવા મને આવજે
ખબર નહિ મોત પછી જીવન છે કે નહિ
અંતિમ રાત્રીમાં આખુ આયખુ જીવડાવવા આવજે
મારી એ અંતિમ રાત્રીએ મળવા મને આવજે
અંતમાં,
તારા જ ખોળામાં આવશે
સુકૂન મને ખબર છે તને
મને હંમેશા માટે સુવડાવવા તું આવજે
યોગી
-Dave Yogita